Wednesday, April 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાન ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

જામનગરમાં યુવાન ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

શંકર ટેકરીમાં દૂધ લેવા ગયેલા યુવાનને લમધાર્યો : ખિસ્સામાં રહેલી 1500ની રોકડ લૂંટી લીધી : મુઠ વડે મોઢા ઉપર ઇજા : પતાવી દેવાની ધમકી : પોલીસ દ્વારા ગુનો નોંધી ત્રણ હુમલાખોરોની શોધખોળ

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં દૂધ લેવા ગયેલા યુવક ઉપર ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી મુઠ વડે હુમલો કરી રૂપિયા નહીં આપે તો પતાવી દેવાની ધમકી આપી રૂા. 1500ની રોકડની લૂંટના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતો અને ગેરેજ ચલાવતાં આદિત્યરાજસિંહ અનિરૂદ્ધસિંહ સોલંકી (ઉ.વ.18) નામનો યુવક ગત્ તા. 17ના રાત્રિના સમયે શંકર ટેકરી વિસ્તારમાં દૂધ લેવા ગયો હતો ત્યારે ત્યાં હાજર રહેલા લાલો બ્લોચ, કાસમ બ્લોચ, અબુ બ્લોચ નામના ત્રણ શખ્સોએ યુવકને, “તું અહીં કેમ આવ્યો છે? તારે અહીંયા નહીં આવવાનું.” તેમ ધમકાવતા યુવકએ, “હું દૂધ લેવા આવ્યો છું.” તેમ જણાવતા ત્રણેય શખ્સોએ લુખ્ખાગિરી આચરીને નિલેશને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો. મુઠ વડે મોઢા પર ઇજા પહોંચાડી રૂપિયા આપવાની ના પાડતાં યુવકના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂા. 1500 પડાવી લઇ પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલો અને લૂંટના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular