Thursday, April 16, 2026
Homeવિડિઓભાણવડ તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 4 બેઠકોના ઉમેદવારોની ફાઇનલ યાદી...

ભાણવડ તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 4 બેઠકોના ઉમેદવારોની ફાઇનલ યાદી – VIDEO

ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠકો અને તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે કુલ 50 ઉમેદવાર મેદાને છે. ત્યારે ભાણવડ તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે 13 ઉમેદવારો મેદાને ઉતર્યા છે.

ત્યારે તાલુકા પંચાયતની 16 બેઠકોમાં ભાજપના 16, કોંગ્રેસના 13 અને ‘આપ’ના 16, અપક્ષના 5 ઉમેદવારો મેદાને છે. ત્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ભાજપના 4, કોંગ્રેસના 4, આપના 4 અને અપક્ષનો 1 ઉમેદવાર મેદાને છે.

- Advertisement -

મતદાન પહેલા જ ભાણવડમાં આવતી તાલુકા પંચાયતની 16 બેઠકમાં કોંગ્રેસને 15 ઉમેદવાર જ મળ્યા હતા. તેમાંથી પણ ભેનકવડ અને રૂપામોરા બેઠકના ઉમેદવારે અંતિમ દિવસે ફોર્મ ખેંચી લીધા હતા અને રાણપર બેઠક પરથી કોંગ્રેસ પક્ષે કોઈ ઉમેદવારી નોંધાવી ન હતી. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ‘આપ’ના તમામ ઉમેદવાર અડીખમ રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular