ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા ગઈકાલે લાલ બંગલે ઉમેદવારો માટે સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ્ ના ગીતથી કરવામાં આવેલ સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા દ્વારા ભારતીય જનતા પાર્ટી એ પસંદ કરેલ 64 ઉમેદવારોને અભિનંદન આપેલ જનસેવા એ જ પ્રભુ સેવા સંકલ્પ લેવડાવેલ નામો જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટીના 64 “ધુરંધર” ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને જામનગર શહેરનું નેતૃત્વ આ ઉમેદવારો કરશે આ ઉમેદવારોને પ્રજાની સેવા અર્થે સંકલ્પ લેવડાવવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, અને ઉમેદવારોની જનસેવાની નિષ્ઠા, સંગઠનનું માર્ગદર્શન તથા નેતૃત્વના સમન્વયથી ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દાયકાઓથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર રહી શ્રેષ્ટ પરિણામ લાવી છે. અને આગામી ચૂંટણીમાં 64 ઉમેદવારો પ્રચંડ જનમત પ્રાપ્ત કરી, ફરી સત્તા પર આવી જનસેવા કરશે તેવો વિશ્વાસ પ્રગટ થતા, જામનગરમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અભૂતપૂર્વ વિશ્વાસ નું વાતાવરણ સર્જાયું છે.
આ કાર્યક્રમમા શહેર પ્રમુખ બીનાબેન કોઠારી રાજ્યમંત્રી રિવાબા જાડેજા સાંસદ પુનમબેન માડમ, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, સાંસદ પરષોત્તમ ભાઈ રૂપાલા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી મહામંત્રી વિજયસિંહ જેઠવા મૃગેશભાઈ દવે ભાવેશભાઈ ઠુંમર, પ્રદેશ સંગઠનના આશાબેન નકુમ પૂર્વ મેયર વિનોદ ખીમસુરિયા, પુર્વ ધારાસભ્ય પુર્વ મેયર પુર્વ કોર્પોરેટર તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખુબ બહોળી સંખ્યામાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના મીડીયા વિભાગના સહ કન્વિનર નિકુલદાન ગઢવી તથા કન્વિનર ભાર્ગવ ઠાકરની સંયુક્ત યાદીમાં જણાવેલ છે.
View this post on Instagram


