Wednesday, April 8, 2026
Homeવિડિઓપોરબંદર-આસનસોલ વચ્ચે ચાલશે "સમર સ્પેશિયલ ટ્રેન"

પોરબંદર-આસનસોલ વચ્ચે ચાલશે “સમર સ્પેશિયલ ટ્રેન”

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી
ટ્રેન નંબર 09205 પોરબંદર–આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ પોરબંદરથી દર સોમવારે સવારે 8.50 કલાકે ઉપડીને, તે જ દિવસે 13.15 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે સવારે 6.45 કલાકે આસનસોલ પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચલાવવામાં આવશે.

તે જ રીતે, પરતમાં ટ્રેન નંબર 09206 આસનસોલ–પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ આસનસોલથી દર બુધવારે રાત્રે 23.05 કલાકે ઉપડીને શુક્રવારે સાંજે 17.41 કલાકે રાજકોટ અને રાત્રે 21.50 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ, 2026 થી 01 જુલાઈ, 2026 સુધી ચલાવવામાં આવશે.

- Advertisement -

આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જં. ગોમો અને ધનબાદ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ ઉપલબ્ધ રહેશે.

ટ્રેન નંબર 09205 માટે ટિકિટનું બુકિંગ 10 એપ્રિલ, 2026 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનનો સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular