Tuesday, April 7, 2026
Homeસમાચારરાષ્ટ્રીય“કુંભના ‘IIT બાબા’એ બદલી જિંદગી! એન્જિનિયર પત્ની સાથે શરૂ કર્યો નવો અધ્યાય”

“કુંભના ‘IIT બાબા’એ બદલી જિંદગી! એન્જિનિયર પત્ની સાથે શરૂ કર્યો નવો અધ્યાય”

‘IITવાળા બાબા’ અભય સિંહે મહાશિવરાત્રીના દિવસે કર્યા લગ્ન, હવે પત્ની સાથે આધ્યાત્મિક મિશન માટે આગળ વધશે

કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર ‘IITવાળા બાબા’ તરીકે પ્રસિદ્ધ થયેલા અભય સિંહે હવે લગ્નજીવનમાં પ્રવેશ કર્યો છે. હરિયાણાના ઝજ્જર જિલ્લાના રહેવાસી અભય સિંહે કર્ણાટકની એન્જિનિયર યુવતી પ્રતીકા સાથે લગ્ન કરીને પોતાના જીવનની નવી શરૂઆત કરી છે.

- Advertisement -

માહિતી અનુસાર, આ દંપતીએ 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હિમાચલ પ્રદેશના અધંજર મહાદેવ મંદિરમાં પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ પણ કરવામાં આવ્યું હતું.

લગ્ન પછી અભય સિંહ અચાનક પોતાની પત્ની સાથે ઝજ્જર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના પિતા પાસે આશીર્વાદ લીધા. તેમના પિતા કર્ણ સિંહ જાણીતા વકીલ છે અને ઝજ્જર બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અભય સિંહના આગમનના સમાચાર મળતા જ લોકોને તેમની એક ઝલક જોવા અને સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.

- Advertisement -

અભય સિંહે જણાવ્યું કે તેમનો ઝુકાવ હંમેશા આધ્યાત્મિક જીવન તરફ રહ્યો છે, પરંતુ અભ્યાસ દરમિયાન તેઓ કાયદાકીય બાબતોમાં પણ રસ લેતા હતા. હાલમાં તેઓ પોતાની પત્ની સાથે હિમાચલ પ્રદેશમાં નિવાસ કરી રહ્યા છે.

પ્રતીકાએ જણાવ્યું કે અભય સિંહ ખૂબ જ સરળ અને નિષ્ઠાવાન સ્વભાવ ધરાવે છે. આ દંપતી હવે સાથે મળીને સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરવાની યોજના બનાવી રહ્યું છે. તેઓ ભવિષ્યમાં ‘શ્રી યુનિવર્સિટી’ સ્થાપવાનું વિચારી રહ્યા છે, જેમાં આધુનિક શિક્ષણ સાથે આધ્યાત્મિક જ્ઞાનનું પણ માર્ગદર્શન આપવામાં આવશે.

- Advertisement -

અભય સિંહના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular