Friday, April 3, 2026
Homeરાજ્યહાલારમોટી ખાવડીમાં પાણીના સમ્પમાં પડી જતાં કેરલના તબીબનું મોત

મોટી ખાવડીમાં પાણીના સમ્પમાં પડી જતાં કેરલના તબીબનું મોત

બુધવારે રાત્રિના સમયે પાણીના સમ્પમાં પડી ગયા : ડૂબી જવાથી સ્થળ પર જ મૃત્યુ : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ : પરિવારજનોને કરાઇ જાણ

જામનગર જિલ્લાના મોટી ખાવડીની ટાઉનશીપમાં તબીબ યુવાન કોઇ કારણસર પાણીના સમ્પમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ અકસ્માત મોતની મળતી વિગત મુજબ મૂળ કેરલાના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ખાનગી કંપનીની ટાઉનશીપ સેકટેલ એરિયામાં વસવાટ કરતાં ડો. વૈશાખ વિશ્વમ (ઉ.વ.36) નામનો તબીબ યુવાન ગત્ તા. 01ના રોજ રાત્રિના સમયે કોઇ કારણસર ગામની સીમના વાડીના ગેઇટ પાસે આવેલા આંબાના બગીચામાં પાણીના પંપહાઉસના સમ્પમાં પડી જવાથી ડૂબી જવાથી સમ્પમાં જ તબીબ યુવાનનું મોત નિપજયું હતું. આ બનાવ અંગેની મજૂર સત્યનારાયણ નાયક દ્વારા જાણ કરાતા હે.કો.એ. એચ. નોઇડા તથા સ્ટાફએ સ્થળ પર દોડી જઇ સમ્પમાં રહેલા તબીબના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી મૃતક કયા કારણોસર પડી ગયા તે અંગેની તપાસ આરંભી મૃતક તબીબના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular