જામનગર પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા આઠ પીએસઆઇની આંતરિક બદલી કરવાના આદેશ કરાયા છે. હાલમાં જ જામનગર જિલ્લામાં ફરજ બજાવતા 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો રાજ્યસરકાર દ્વારા હૂકમ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતાં આઠ પોલીસ સબઇન્સ્પેક્ટરોની બદલીનો આદેશ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં રીડર પીએસઆઇ ટી. ડી. બુડાસણાને સિટી ‘એ’ ડિવિઝન, એરપોર્ટના જે. બી. મોરસાણિયાની સિટી ‘બી’ ડિવિઝન, સિટી ‘સી’ના એસ. એમ. સિસોદિયાને લીવ રિઝર્વ, લાલપુર રીડરના વી. આર. જોરિયાને એરપોર્ટ સિક્યોરિટી, પંચકોષી ‘બી’ના એચ. પી. મઠિયાને લીવ રીઝર્વ, ટ્રાફિકના આર. એલ. કંડોરિયાને સિટી ‘સી’, સિટી ‘સી’ના વી. બી. બરસબિયાને ટ્રાફિક વિભાગમાં અને સિટી ‘બી’ના એમ. વી. મોઢવાડિયાને લીવ રિઝર્વમાં બદલી કરવાનો આદેશ કર્યો છે.
તેમજ હાલમાં રાજ્યસરકાર દ્વારા બિનહથિયારધારી 518 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના એ. આર. ચૌધરી, વી. એમ. લગારિયા, એ. એ. ખોખર, આર. એસ. રાજપૂત, બી. એન. ચૌધરી, જે.વી. ચૌધરી, પી. પી. ઝા, એન. એ. ચાવડા, એમ. બી. ગજ્જર, જે. જે. ચાવડા નામના દસ અધિકારીઓની રાજ્યમાં બદલી થતાં તેઓને હાલની ફરજ પરથી છુટ્ટા કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


