Monday, March 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરની જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવ્યો

જામનગરની જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવ્યો

જામનગર જિલ્લા જેલમાં યાર્ડ નંબર સાતમાં એસટીડી પીસીઓ રૂમની પાછળના ભાગમાં ટેલિફોન બુથના કનેક્શન બોક્સમાં સંતાડી રાખેલો મોબાઇલ મળી આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરની જિલ્લા જેલમાં આમ તો અવારનવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. ચેકિંગ દરમ્યાન પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે. દરમ્યાન ગઇકાલે રવિવારે જામનગર જિલ્લા જેલના ઇન્ચાર્જ ડેપ્યુટી જેલર તથા રેઇડ પાર્ટીના સુબેદારો, હવાલદાર, સિપાઇઓ દ્વારા રૂટિન મુજબનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમયાન જેલના યાર્ડ નંબર સાતમાં એસટીડી પીસીઓ રૂમની પાછળના ભાગમાં રહેલા ટેલિફોન બુથના કનેકશન બોક્સમાં તપાસ દરમ્યાન એક GAMMA K2  કંપનીનો લાલ કલરનો સિમકાર્ડ વગરનો બેટરી સાથેનો મોબાઇલ ફોન મળી આવતા તપાસ ટીમ ચોંકી ઉઠી હતી. આ મોબાઇલ ફોનમાં તપાસતા IMEI (1)  354982301903994 (2) 354982301904000 નંબરવાળો પ્રતિબંધિત ફોન કબ્જે કરી અજાણ્યા કેદી વિરૂઘ્ધ સિટી ‘એ’ ડિવિઝનમાં જેલર આઇ. એમ. પીઠડિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular