ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 518 પીઆઇની બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્યના સરકારી વિભાગમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. દરમ્યાન જામનગરના 08 અને દેવભૂમિ દ્વારકાના 11 પીઆઇની બદલીઓ કરવામાં આવી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં એક પછી એક જુદા જુદા સરકારી વિભાગોમાં બદલીનો દૌર શરૂ થઇ ગયો છે. જેમાં ખાસ કરીને પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી સાથે બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યના 518 જેટલા પીઆઇની બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા હતા. આ પીઆઇની બદલીમાં જામનગરમાં ફરજ બજાવતાં જામનગરના એ. આર. ચૌધરીને સાબરકાંઠા, વી. એમ. લગારિયાને અમદાવાદ (શહેર), એ. એ. ખોખરને એસીબી, આર. એસ. રાજપૂતને એસીબી, બી. એન. ચૌધરીને પાટણ, જે.વી. ચૌધરીને વડોદરા વિભાગ, પી. પી. ઝાને જુનાગઢ, એન. એ. ચાવડાને સુરત (શહેર) અને એમ. બી. ગજ્જરને દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને એસ. બી. ધાંધલિયાને બનાસકાંઠાથી જામનગર, આર. બી. સોલંકીને દ્વારકાથી જામનગર, ડી. બી. પટેલને બનાસકાંઠાથી જામનગર, એ. જી. પરમારને કચ્છ (પશ્ચિમ) ભૂજથી જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.
તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયાને અમદાવાદ, એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે. કે. ગોહિલને રાજકોટ, મહિલા પોલીસ મથકના ટી.ડી. ચુડાસમાને કચ્છ-ભુજ, દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસિયાને જામનગર, મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાને વલસાડ, ટ્રાફિક વિભાગના એમ.ડી. મકવાણાને રાજકોટ, ભાણવડના સી.એલ. દેસાઈ અને દ્વારકાધીશ મંદિરમાં ફરજ બજાવતા ટી.સી. પટેલને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ વિભાગમાં, દ્વારકામાં લિવ રિઝર્વમાં રહેલા પી.એ. પરમારને નાગરિક સંરક્ષણ દળ – અમદાવાદ, દ્વારકાધીશ મંદિરમાં ફરજ બજાવતા આર.બી. સોલંકીને જામનગર અને એસ.એમ. સોલંકીને રાજકોટ ખાતે બદલવામાં આવ્યા છે.
જ્યારે રાજકોટથી જે. એ. ખાચર, કે.એસ. ગળચર, કે. જે. કપરડા, અમદાવાદના સી.આર. રાણા અને એચ.જી. રાઠોડ, બોટાદના એસ.આર. ખરાડી અને એમ.જી. જાડેજા, વલસાડના આર.એન. હાથલીયા, આણંદના જી.એમ. પાવરા, પોરબંદરના એસ.એચ. ગામેતી, જામનગરના એમ.બી. ગજ્જર, પીટીએસ વડોદરાના એસ.ડી. ડાંગર અને ઇન્ટેલિજન્સ વિભાગના જે.એમ. ચાવડા મળી કુલ 13 અધિકારીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલવામાં આવ્યા છે.
જિલ્લામાં હાલ ફરજ બજાવતા મોટાભાગના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ છે. ત્યારે જામનગર જિલ્લામાં આઠની બદલી સામે ચાર પીઆઇની બદલી અને દેવભૂીમ દ્વારકામાં 11 ની સામે 13 નવા પી.આઈ. આવનાર છે.


