ભાણવડમાં ભગવાન રામલલ્લાના જન્મોત્સવની ભક્તિરસ માહોલમાં ઉજવણી થઇ હતી. શોભાયાત્રામાં હજારો ભાવિકોએ ભગવાન રામચંદ્રજીનો જય ઘોષ બોલાવ્યો હતો.

રામનવમીને લઇ સવારથી જ ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવિકો રામમય બની ગયા હતા. બપોરપછી ચાર કલાકે પોલીસ લાઇન ખાતેથી ભગવાન શ્રી રામચંદ્રજીની વિરાટ શોભાયાત્રાનો પ્રારંભ થતાં જ ઉપસ્થિત ભાવિકોએ રામજીનો પ્રચંડ જયઘોષ બોલાવ્યો હતો.
View this post on Instagram
શોભાયાત્રા રણજિતપરામાં વિકાસ રોડ, શિતલા માતાજી મંદિર ચોક થઇને બજારમાં ગાંધી ચોક, આઝાદ ચોક, વેરાડ ગેઇટ બહાર ખોડિયાર ચોક, ઘેલાી ક્ધયા વિદ્યાલય સહિતના રૂટોને આવરી લઇ સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી.
શોભાયાત્રામાં ડી.જે.ના તાલે યુવાનોએ નાચગાન કરી ભગવાન રામજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર સેવાભાવી લોકોએ દબદબાભર્યું સ્વાગત કર્યુ હતું. રામનવમી હોવાથી હિન્દુ સમાજના લોકોએ પોતાના રહેણાંકમાં ભગવાન રામનો ઝંડો લગાવ્યો હતો.
સમગ્ર વિસ્તારમાં ધજા પતાકાથી સેવાભાવીઓએ શણગાર કર્યો હતો. શોભાયાત્રાને સફળ બનાવવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસ જેવી સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. પી.આઇ. ચેતન દેસાઇ સહિત પોલીસ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો.


