Monday, March 23, 2026
Homeરાજ્યહાલારપ્રેમી સાથે પુત્રીને પિતા જોઇ ગયા, પુત્રીની આત્મહત્યા

પ્રેમી સાથે પુત્રીને પિતા જોઇ ગયા, પુત્રીની આત્મહત્યા

સોયલ ગામમાં યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો : અચાનક પિતા ઘરે આવી ગયા : પુત્રીને પ્રેમી સાથે જોઇ જતા પ્રેમી નાશી ગયો : મનમાં લાગી આવતા પુત્રીએ જીવતર ટૂંકાવ્યું

ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતી યુવતીને તેણીના પ્રેમી સાથે પિતા જોઇ જતાં પ્રેમી ઘરેથી નાશી ગયો હતો. ત્યારબાદ યુવતીએ તેના રૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતી હેતલબેન સિંધાભાઇ ઝાપડા (ઉ.વ.20) નામની યુવતી ગઇકાલે રવિવારે સાંજના ચાર વાગ્યે તેણીના ઘરે એકલી હતી ત્યારે તેના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. તે દરમ્યાન યુવતીના પિતા ઘરે આવી જતાં પુત્રીને તેના પ્રેમી સાથે જોઇ જતાં પ્રેમી યુવતીના પિતાને જોઇ નાશી ગયો હતો. ત્યારબાદ પિતાએ પુત્રીને પ્રેમી સાથે જોઇ જતાં આ અંગે જાણ થઇ ગઇ હોવાનું મનમાં લાગી આવતા હેતલબેને રવિવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં તેના ઘરે રૂમના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા સિંધવભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એમ. કુંભારવાડિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular