Saturday, March 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કચરાંગાડીએ વીજપોલ તોડી નાખતા વીજ પુરવઠો ઠપ્પ

જામનગરમાં કચરાંગાડીએ વીજપોલ તોડી નાખતા વીજ પુરવઠો ઠપ્પ

જામનગર શહેરના દરેક વિસ્તારોમાં ઠલવાતા કચરા કલેક્શન માટેના વાહનો દ્વારા સમયાંતરે અકસ્માતો થવાની ઘટનાઓ બની રહી છે હાલમાં જ વાછરડી ઉપર કચરાંનું વાહન ચઢાવી દીધું હતું. ત્યારે આજે સવારે ગાંધીનગર વિસ્તારના મોમાઇનગર શેરી નંબર એકમાં કચરાં ઉપાડવા માટે આવેલા જીજે10 ટીવાય 5113 નંબરની મહાનગરપાલિકા હસ્તકના વાહનએ કચરો ઉપાડયા બાદ વાહન બેફિકરાઇથી રિવર્સમાં લેતાં સમયે પીજીવીસીએલના થાંભલાને જોરદાર ઠોકર મારી થાંભલો વચ્ચેથી તોડી નાખ્યો અને જમીનમાંથી પણ ઉખેડી નાખ્યો હતો. સવારના સમયે મોમાઇનગર શેરી નંબર એકમાં કચરાના વાહને થાંભલો તોડી નાખતા કડાકા ભડાકા થયા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. કડાકા ભડાકા થતાં શેરીના લોકો બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ આ અંગેની જાણ પીજીવીસીએલમાં પણ કરવામાં આવી હતી. પીજીવીસીએલની ટીમએ સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરતાં થાંભલો સંપૂર્ણપણે તૂટી ગયો હોય તેથી નવો નાખવો પડે તેવી સ્થિતિ હતી. આ સ્થિતિમાં પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આમ, મહાનગરપાલિકાના કચરાગાડીના ચાલકના વાંકે શહેરીજનોએ ભોગ બનવું પડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular