Saturday, March 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મુસ્લીમ બિરાદરો રમઝાન ઇદની ઉજવણી - VIDEO

જામનગરમાં મુસ્લીમ બિરાદરો રમઝાન ઇદની ઉજવણી – VIDEO

રમઝાન ઇદની વિશેષ નમાઝ અદા કરી : પસ્પર ઇદની મુબારક બાદી પાઠવતા મુસ્લીમ બિરાદરો

મુસ્લીમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસની ઉજવણી કરવામાં આવી હતી. આજે રમઝાન ઇદ નિમિતે ઇદની વિશેષ નમાઝ અદા કરી હતી. અને પરસ્પર એક-બીજાને ઇદની મુબારક બાદી પાઠવી હતી.

- Advertisement -

છેલ્લા 30 દિવસથી મુસ્લીમ સમાજ માટે આસ્થા અને ઇબાદતના પવિત્ર તહેવાર એવા રમઝાન માસની ઉજવણી ચાલી રહી હતી. બાળકોથી લઇ વડીલો દ્વારા રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરાઇ રહી હતી. જેમાં પરોઢીયે ભોજન એટલે કે સહેરી અને સાંજે રોઝા ખોલવા માટેના ઇફતારીનું આયોજન થતું હતું. 30 દિવસના રોઝા બાદ આજરોજ રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની ઇદગાહ ખાતે ઇદની વિશેષ નમાઝ યોજાઇ હતી. જામનગર શહેર જિલ્લાના મુસ્લીમ સમુદાય દ્વારા ઇદગાહ અને મસ્જીદોમાં ખાસ નમાઝ અદા કરી હતી. ત્યારબાદ પસ્પર ઇદની મુબારકબાદી પાઠવી હતી. આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, આનંદ રાઠોડ, ઉપરાંત મુસ્લીમ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular