સતત 11 વર્ષથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરતા પૂર્વ કોર્પોરેટર અને ચકલી બચાવો અભિયાનના પ્રણેતા ડિમ્પલબેન રાવલ દ્વારા આ વર્ષે પણ શહેરની અન્ય પર્યાવરણ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખીને ચકલીના માળાઓનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું, હવાઈ ચોક વિસ્તારમાં શરૂ થયેલા આ અભિયાનમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા, શહેર ભાજપ મહામંત્રી મૃગેશભાઈ દવે તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા સહિત યુવા ભાજપના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરના લાલ બંગલા, પંચેશ્વર ટાવર તેમજ ડીકેવી સર્કલ ઉપર પણ સમગ્ર દિવસ દરમિયાન માળાઓ અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવશે.
View this post on Instagram


