Friday, March 20, 2026
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાંથી દારૂ-બીયર સાથે ચાર ઝડપાયા

દ્વારકા જિલ્લામાંથી દારૂ-બીયર સાથે ચાર ઝડપાયા

પોલીસના ચાર દરોડામાં ચાર શખ્સો ઝડપાયા : ખંભાળિયામાં 25 ચપલા સાથે એક શખ્સ ઝડપાયો : બિયરના બે ટીન સાથે શખ્સ પકડાયો : ભાણવડમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : સપ્લાયરનું નામ ખુલ્યુ : પોલીસ દ્વારા ધરપકડ કરવા તજવીજ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂની રેઇડ કરી હતી. ખંભાળિયામાં પોલીસે રેઇડ દરમ્યાન ત્રણ શખ્સોને 6 દારૂની બોટલ, 25 ચપલા તથા બે બિયરના ટીન સાથે ઝડપી લીધા હતા. ભાણવડ પોલીસે ધારાગઢ ગામના પાટિયા પાસેથી એક શખ્સને 12 બોટલ વિદેશી દારૂની બાટલી સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડામાં ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા અકબર કાસમ શેખ નામના શખ્સ 37 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 6,250ની કિંમતની દારૂના 25 ચપલા તેમજ રૂપિયા 5,600ની કિંમતની દારૂની છ બોટલ સહિત કુલ રૂપિયા 11,850ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. બીજો દરોડો નરસિંહ ભુવન પાછળ સ્ટેશન રોડ ખાતે રહેતા અફજલ નુરમામદ ભગાડને ત્યાં પાડયો હતો. પોલીસે તેની રૂ. 800ની કિંમતની કિંમતના બિયરના બે ટીન સાથે અટકાયત કરી હતી. તેમજ ત્રીજા દરોડામાં ગાયત્રીનગરની પોલીસ લાઈન પાસે રહેતા જયરાજસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ. 35)ને રૂ. 363ની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં અહીંની શિવમ સોસાયટી ખાતે રહેતો મથુર ભીમશીભાઈ ચંદ્રવાડીયા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.

ચોથો દરોડો ભાણવડ પોલીસની કાર્યવાહીમાં ભાણવડથી આશરે 18 કિલોમીટર દૂર ધારાગઢ ગામના પાટીયા પાસેથી મોડી રાત્રિના સમયે જામજોધપુર તાલુકાના મેલાણ ગામના વિપુલ ઉર્ફે રાજુ રામાભાઈ હુણ (ઉ.વ. 23)ને પોલીસે રૂપિયા 10,800ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ તથા રૂપિયા 15,000ની કિંમતના મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે વિપુલ હુણની પૂછપરછ હાથ ધરતાં આ જથ્થો મેલાણ ગામનો દીપક લાખાભાઈ હુણ નામનો શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખુલતા ભાણવડ પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular