Thursday, March 19, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં દારૂના બે દરોડામાં 128 બોટલ કબ્જે

દ્વારકામાં દારૂના બે દરોડામાં 128 બોટલ કબ્જે

મકનપુરમાં ખંઢેર જેવા મકાનમાં તથા રેલવે ટ્રેક પાસે દરોડો : કુલ રૂા. 1.53 લાખનો મુદ્દામાલ સાથે બે ઝડપાયા

દ્વારકાના મકનપુરમાં પોલીસે એક શખ્સને રૂા. 1,17,600ની કિંમતની વિદેશી દારૂની 98 બોટલ સાથે ઝડપી લીધો હતો. બીજો દરોડો મકનપુરમાં ખંઢેર જેવા મકાનમાં પાડી પોલીસે 30 બોટલ દારૂની કબ્જે કરી એક શખ્સની અટકાયત કરી હતી. પોલીસે બન્ને શખ્સો સામે પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો દ્વારકા વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા વિદેશી દારૂ સંદર્ભે દ્વારકા નજીકના મકનપુર ગામના રેલવે ટ્રેક નજીક રહેતા જસરાજભા લાલાભા માણેક (ઉ.વ.26) નામના શખ્સને રૂપિયા 1,17,600ની કિંમતની વિદેશી દારૂની 98 બોટલ તેમજ રૂ. 10,000ની કિંમતના એક મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દ્વારકાના નાના ભાવડા ગામનો સિધ્ધરાજભા સુમણીયાનું નામ સપ્લાયર તરીકે ખુલવા પામ્યું છે.

બીજા દરોડામાં એલસીબી પોલીસે દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર મકનપુર ગામે રહેતા સાગરભા ઘુઘાભા નાયાણી નામના શખ્સ દ્વારા તેના કબજા ભોગવટાના ખંડેર જેવા મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 36,000ની કિંમતની વિદેશી દારૂની 30 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં આરોપી સાગરભા નાયાણીના પાર્ટનર ઉમેશભા દોલુભા નાયાણીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ઉપરોક્ત બંને કેસમાં પોલીસે કુલ રૂપિયા 1,53,600ની કિંમતની વિદેશી દારૂની 128 બોટલ સાથે બે શખ્સોની અટકાયત કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેઠાભાઈ પરમાર, જગદીશભાઈ કરમુર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular