Saturday, March 21, 2026
Homeરાજ્યહાલારગૌમાંસ પ્રકરણમાં ઝડપાયેલા બે શખ્સો પાસે રિકન્સ્ટ્રક્શન કરાવાયું

ગૌમાંસ પ્રકરણમાં ઝડપાયેલા બે શખ્સો પાસે રિકન્સ્ટ્રક્શન કરાવાયું

દોઢ માસ પૂર્વે ગૌમાંસ સાથે શખ્સની ધરપકડ : વધુ બે આરોપીઓને દબોચ્યા : દ્વારકા પોલીસ દ્વારા આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવાયું

યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ ખંભાળિયાના વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસે ઘટના સ્થળે આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.

- Advertisement -

આ ચકચારી પ્રકરણની વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ગત તારીખ 3 ફેબ્રુઆરી 2026ના રોજ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. જે કબ્જે લઇ દ્વારકા પોલીસે ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ વિગેરે હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેના અનુસંધાને પોલીસે મુખ્ય આરોપી જાવેદ બાબીની અટકાયત કરી તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં ખંભાળિયાના પઠાણપાડો વિસ્તારમાં રહેતા ફારુક યુસુફ બાબી અને ઇન્દ્રિશ સલીમ બાબી નામના બે શખ્સોની સંડોવણી હોવાનું પણ ખુલતા પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ મંગળવારે સાંજે ખંભાળિયામાં જે સ્થળે ગૌવંશનું કતલ કરવામાં આવ્યું હતું તે સ્થળે એલસીબીએ આરોપીઓને લઈ જઈ અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ ગૌવંશની હત્યા તેમજ માંસ વેચવાનું કામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસે રિકન્સ્ટ્રક્શન (પંચનામા) દરમિયાન ગૌવંશની કતલ માટે ઉપયોગમાં લેવામાં આવેલા છરા, છરી, કોઈતા વિગેરે જેવા હથિયારો કબ્જે લઇ એફ.એસ.એલ.માં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular