Wednesday, March 18, 2026
Homeરાજ્યજામનગરરઘુવંશી સમાજના આશાસ્પદ યુવાનનું પગ લપસી જતાં નીચે પટકાતા મોત

રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાનનું પગ લપસી જતાં નીચે પટકાતા મોત

કન્ટ્રશનસાઇટના સાતમા માળે અકસ્માતે પગ લપસ્યો : નીચે પટકાતા ગંભીર ઇજા : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : સમાજના અગ્રણીઓ, મિત્રો, સગાસંબંધીઓ દોડી ગયા : રઘુવંશી સમાજ તથા વેપારી આલમમાં શોકનું મોજું

જામનગર શહેરમાં ત્રિમંદિર પાસે આવેલી કન્ટ્રશનમાં સાતમા માળેથી યુવાનનો પગ લપસી જતાં નીચે પટકાતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં આશાસ્પદ રઘુવંશી યુવાનનું મોત નિપજતાં સમાજ તથા મિત્રવર્તૂળમાં શોક વ્યાપી ગયો હતો.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ મૂળ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના વતની અને જામનગર શહેરના વાલકેશ્ર્વરીનગરી વિસ્તારમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતાં બિલ્ડર નિલેશભાઇ વનરાવનભાઇ દત્તાણીના પુત્ર ભવ્ય દત્તાણી (ઉ.વ.28) નામનો યુવાન મંગળવારે સાંજના સમયે શહેરના ત્રિમંદિર નજીક આવેલી તેમની બિલ્ડીંગ સાઇટ પર હતા ત્યારે સાતમા માળે સ્લેબ પર નિરીક્ષણ કરવા ગયા હતા. તે સમયે અકસ્માતે ભવ્યનો પગ લપસી જતાં સાતમા માળેથી નીચે પટકાતા લોહીલોહાણ થઇ ગયો હતો. ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરના પુત્ર નીચે પટકાતા ભાગદોડ મચી ગઇ હતી. સાઇટ પરનો તમામ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભવ્યને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ભવ્યનું ગંભીર ઇજાના કારણે મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવની જાણના આધારે બિલ્ડર લોબી અને રઘુવંશી સમાજમાં સારી નામના ધરાવતા નિલેશભાઇના પુત્રને અકસ્માત થયાની જાણ થતાં સમાજના અગ્રણીઓ, પરિવારજનો, મિત્રવર્તુળ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. મૂળ ભાટિયાના અને હાલ જામનગરમાં વ્યવસાય કરતાં નિલેશભાઇના પુત્રનું મોત નિપજતાં રઘુવંશી સમાજ અને મિત્રવર્તુળ તથા સગાસંબંધીઓ અને બિલ્ડર લોબીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આશાસ્પદ યુવાન ભવ્યના લગ્ન આશરે અઢી વર્ષ પહેલા ખંભાળિયાના વતની દિલીપભાઇ મણિલાલ કાનાણીની પુત્રી સાથે થયા હતા. લગ્નજીવનના ટૂંકા ગાળામાં યુવાનના મોતથી પરિવાર ઉપર જાણે આભ ફાટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular