Saturday, March 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં નેશનલ લોકઅદાલતનો પ્રારંભ.... - VIDEO

જામનગરમાં નેશનલ લોકઅદાલતનો પ્રારંભ…. – VIDEO

નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજરોજ નેશનલ લોક અદાલત યોજાઇ હતી. જેનો ડિસ્ટ્રીકટ જજ એન.આર. જોષી સહિતના દ્વારા દિપ પ્રાગ્ટય કરી પ્રારંભ કરાયો હતો. જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ કલમ 138 મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ. સી. પી. નાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ, અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું આજે આયોજન કરાયું હતું. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular