Friday, March 13, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી પ્રોહિબિશનનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર શહેરમાંથી પ્રોહિબિશનનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

વર્ષ 2025માં નોંધાયેલા પ્રોહિ.ના ગુનામાં નાસતો ફરતો હતો : બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડએ દબોચી લીધો : પંચકોષી ‘એ’ ડિવિજનને સોંપવા તજવીજ

જામનગરના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં જયપાલ નાસતો ફરતો હતો. જયપાલ અંગે સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહિપાલભાઇ સાદિયાને મળેલી બાતમીના આધારે ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પી.આઇ. વી. એમ. લગારિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઇ એમ. વી. ભાટિયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભા નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફએ જામનગર શહેરના એસ.ટી. ડેપો વિસ્તારમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં મફતિયાપરામાં રહેતા જયપાલ જગુ ગોવાળિયા (ઉ.વ.25) નામના નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ પંચકોષી ‘એ’ ડિવિઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular