Wednesday, March 11, 2026
Homeરાજ્યજામનગરજામજોધપુરમાંથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝબ્બે

જામજોધપુરમાંથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝબ્બે

જામજોધપુરમાં થયેલી બાઇકચોરીના બનાવમાં સ્થાનિક પોલીસે ચોરાઉ બાઇક સાથે તસ્કરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બાઇકચોરીના બનાવની મળતી વિગત મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇકચોરીના ગુનામાં ચોરાઉ બાઇક સાથે તસ્કર પસાર થવાની હે.કો. રાજેશભાઇ કંડોરિયા, સામતભાઇ ચંદ્રાવાડિયાને મળેલી બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી આઇપીએસ પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ. એસ. રબારી, હે.કો. રાજેશભાઇ કંડોરિયા, પો.કો. સામતભાઇ ચંદ્રાવાડિયા, મેરામણભાઇ હુણ, દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફએ જામજોધપુર તાલુકાના ઇશ્ર્વરિયા ગામના દરબારપાડામાં રહેતાં ધીરૂભા મનુભા જાડેજા (ઉ.વ.35) નામના ગેરેજમાં મેકેનિક તરીકે કામ કરતાં શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular