Wednesday, March 11, 2026
Homeરાજ્યહાલારપતિ સાથેની બોલાચાલીનું મનમાં લાગી આવતા મહિલાનો આપઘાત

પતિ સાથેની બોલાચાલીનું મનમાં લાગી આવતા મહિલાનો આપઘાત

જમવા જેવી સામાન્ય બાબતે દંપતિ વચ્ચે ખટરાગ : ઉગ્ર સ્વભાવની મહિલાએ ભર્યું આપઘાતી પગલું : ઝેરી દવા ગટગટાવતા સારવારમાં મોત : પોલીસે હાથ ધરી કાર્યવાહી

જામનગર નજીક આવેલા મોરકંડા રોડ વિસ્તારમાં રહેતાં દંપતિ વચ્ચે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા મહિલાએ તેના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.

- Advertisement -

આપઘાતના બનાવની વિગત મુજબ જામનગર નજીક આવેલા મોરકંડા રોડ પરના સનસિટી-1 સોસાયટીની શેરી નંબર ત્રણમાં રહેતા નઝમાબેન અહેસાન સંઘાર (ઉ.વ. 44) નામની મહિલાને ગત્ તા. 01ના રોજ તેના પતિ અહેસાન સાથે જમવાની સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. મહિલા ઉગ્ર સ્વભાવની હોય, નાની નાની વાતોમાં ગુસ્સે થઇ જતી હોય જે બાબતનું મહિલાને મનમાં લાગી આવતાં ગત્ તા. 01ના રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે તેણીના પતિ અહેસાન સંઘારએ જાણ કરતાં એએસઆઇ ડી.વી. પરમાર તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular