યાત્રાધામ દ્વારકા તરફ જતા પદયાત્રીઓ માટે હાઇવે પર થોડા થોડા અંતરે વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થાય છે. ચા, નાસ્તો, ભોજન, ઠંડુ પાણી જેવી તમામ વ્યવસ્થાઓ ભક્તોને સહેલાઈ અને આરામ આપે છે.
આ તમામ સેવાઓ વચ્ચે એક અનોખી સેવા પણ સૌનું ધ્યાન ખેંચી રહી છે, પાણીપુરીની સેવા. પદયાત્રીઓ ભક્તિભાવ સાથે આગળ વધતા હોય ત્યારે પાણીપુરીનો સ્વાદ તેમની યાત્રામાં મજા અને તાજગી ઉમેરે છે.
નાઘેડી ગામના ગોહિલ પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી સતત પાણીપુરીની નિ:શુલ્ક સેવા આપવામાં આવી રહી છે. તેમની આ સેવા પદયાત્રીઓ માટે વિશેષ આકર્ષણ બની ગઈ છે.
View this post on Instagram
રસ્તામાં જ્યાં જ્યાં ભોજન અને નાસ્તાની વ્યવસ્થા હોય છે, ત્યાં પાણીપુરી જેવી ચટપટી વાનગી મળવી ભક્તો માટે આનંદદાયક અનુભવ સાબિત થાય છે. ગોહિલ પરિવારનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે પદયાત્રીઓ ભક્તિ સાથે સાથે સ્વાદની મજા પણ માણી શકે.
આ રીતે દ્વારકા પદયાત્રામાં ભક્તિ સાથે સેવા અને સ્નેહનો અનોખો મેળાપ જોવા મળી રહ્યો છે.


