Wednesday, February 25, 2026
Homeરાજ્યગુજરાતમહાનગરપાલિકાની ચુંટણીને લઇ જામનગરના 16 વોર્ડના ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની...

મહાનગરપાલિકાની ચુંટણીને લઇ જામનગરના 16 વોર્ડના ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની નિમણુંક

રાજ્યમાં મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીને ઘ્યાને લઇ વિવિધ વોર્ડના ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની નિમણુંકો કરવામાં આવી છે. જામનગરના તમામ 16 વોર્ડ માટે પણ ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારી નિયુકત કરાયા છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે વિવિધ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના ચુંટણી અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ, રાજકોટના 18 વોર્ડ, ભાવનગરના 13 વોર્ડ, સુરતના 30 વોર્ડ, વડોદરાના 19 વોર્ડ, જામનગરના 16 વોર્ડ, કરમસદ આણંદના 13 વોર્ડ, ગાંધીધામના 13 વોર્ડ, નડીયાદના 13 વોર્ડ, મહેસાણાના 13 વોર્ડ, નવસારીના 13 વોર્ડ, પોરબંદરના 13 વોર્ડ, સુરેન્દ્રનગરના 13 વોર્ડ, મોરબીના 13 વોર્ડ, વાપીના 13 વોર્ડ માટે નિમણુંકો કરાઇ છે.

જામનગર મહાનગરપાલિકાના 1 થી 4 વોર્ડ માટે ચુંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંક તંત્રની કચેરી જિલ્લા સેવા સદન-3 બીજો માળ, લાલબંગલા કમ્પાઉન્ડ, જામનગર, નાયબ ચુંટણી અધિકારી તરીકે સીટી સર્વે સુપ્રિ.-2 સીટી સર્વે સુપ્રિ.ની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેકશન રોડ, જામનગર, વોર્ડ નં.5થી 8 માટે ચુંટણી અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) ક્રિકેટ બંગલા સામે, બીજો માળ, લાલબંગલા કમ્પાઉન્ડ, જામનગર નાયબ ચુંટણી અધિકારી તરીકેઢ મુખ્ય હિસાબી અધિકારી ક્રિકેટ બંગલા સામે, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, જામનગર, વોર્ડ નં.9થી 12 ના ચુંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, જામનગર, નાયબ ચુંટણી અધિકારી તરીકે સીટી સર્વે સુપ્રિ.-1 સીટી સર્વે સુપ્રિ.ની કચેરી, જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, જામનગર., વોર્ડ નં.13થી 16 માટે ચુંટણી અધિકારી તરીકે મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી, જામનગર (શહેર), પ્રાંત અધિકારી જામનગર (શહેર)ની કચેરી, મહેસુલ સેવા સદન, બીજો માળ, જામનગર, મદદનીશ ચુંટણી અધિકારી તરીકે મામલતદાર જામનગર (શહેર) મામલતદાર જામનગર (શહેર)ની કચેરી, મહેસુલ સેવા સદન, પહેલો માળ, જામનગરની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular