Monday, February 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ક્રિકેટમેચનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

જામનગરમાંથી ક્રિકેટમેચનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

કામદાર કોલોનીમાં ચાની હોટલ પાસે પોલીસનો દરોડો : 75,200નો મુદામાલ કબ્જે : અન્ય એક શખ્સની સંડોવણી ખુલી

જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં ચાની હોટલ પાસે અમદાવાદમાં રમાતી ભારત અને સાઉથ આફ્રિકાની ટી-20 ક્રિકેટમેચના પ્રસારણ ઉપર જુગાર રમાડતા શખ્સને રૂા. 75,200ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ રવિવારે અમદાવાદ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટમેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં એપ્લીકેશન દ્વારા ઓનલાઇન જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ કામદાર કોલોનીમાં ચાની હોટલ પાસેથી મોહન ઉર્ફે ભોલો વીરમ ઓડીચ (ઉ.વ.36) નામના શખ્સને પોલીસે રૂા. 200ની રોકડ અને રૂા. 75 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 75,200ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ જુગારમાં ચિરાગ વાળંદની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular