Friday, February 20, 2026
Homeરાજ્યજામનગરખંભાળિયાના યુવાનની અગમ્ય કારણોસર આત્મહત્યા

ખંભાળિયાના યુવાનની અગમ્ય કારણોસર આત્મહત્યા

રૂમમાં દુપટ્ટા વડે ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આત્મહત્યાના કારણની તપાસ

ખંભાળિયાના એસ. ટી. ડેપો પાસે વસવાટ કરતાં યુવાનએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયામાં એસ.ટી. ડેપો પાસે રહેતા ઈસ્માઈલભાઈ અનવરભાઈ ભગાડ નામના 31 વર્ષના યુવાને બુધવાર તા. 18ના રોજ રાત્રિના સમયે પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. જે અંગે મૃતકના મોટાભાઈ યાસીનભાઈ ભગાડએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular