Thursday, February 19, 2026
Homeવિડિઓખંભાળિયામાં બે આખલાઓના મલ્લ યુદ્ધથી લોકો ભયભીત - VIDEO

ખંભાળિયામાં બે આખલાઓના મલ્લ યુદ્ધથી લોકો ભયભીત – VIDEO

આખલાઓને છોડાવવા લોકોએ ફટાકડા ફોડ્યા

સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોરની સળગતી સમસ્યા જાણે સામાન્ય બની ગઇ છે. છાશવારે બનતા બનાવોમાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો તથા વાહનસવારો ઢીંકે ચઢે છે. કયારેક જાનહાનિ પણ થાય છે. આવો જ એક બનાવ ખંભાળિયામાં બનવા પામ્યો હતો.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ ખંભાળિયાની મેઈન બજારમાં આવેલી શાકમાર્કેટ નજીક બે મજબૂત આખલાઓ બાખડ્યા હતા. લાંબો સમય ચાલેલા આ આખલાઓના મલ્લ યુદ્ધથી આસપાસના વેપારીઓ તેમજ રાહદારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી. આ આખલાઓ કોઈને ઇજા ન પહોંચાડે અને વાહનોને અડફેટે ન લ્યે તે માટે વેપારીઓ, સ્થાનિકોએ તેઓને છોડાવવા પાણીનો મારો ચલાવવા તથા ફટાકડા ફોડવા જેવી નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. અહીંની મેઈન બજાર વિસ્તારમાં અવારનવાર બનતા આવા બનાવોથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular