Saturday, February 14, 2026
Homeરાજ્યહાલારમાસાના ઘરે લગ્નમાં ગયેલી યુવતી લાપત્તા

માસાના ઘરે લગ્નમાં ગયેલી યુવતી લાપત્તા

લાલપુર તાલુકાના ચોરબેડી ગામની યુવતી મેવાસા ગામે માસાના ઘરે લગ્નમાં જવા નીકળી ત્યારબાદ એકાએક લાપત્તા બની જતાં ચકચાર મચી છે. આ અંગે તેમના ભાઇએ ભાણવડ પોલીસમાં જાણ કરતાં પોલીસે ગૂમનોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના ચોરબેડી ગામે ભીમશીભાઇ વશરાનો પરિવાર વસવાટ કરે છે. પરિવારમાં તેની પુત્રી નીતાબેન ભીમશી વશરા (ઉ.વ.23) પોતાના મેવાસા ગામે રહેતાં માસા કારાભાઇ કરમુરના ઘરે લગ્ન પ્રસંગ માણવા ગઇ હતી.

તે દરમ્યાન માસાના ઘરેથી કોઇને કહ્યા વગર એકાએક જતી રહેતાં તેનો કોઇ પત્તો આજદિન સુધી મળી શકયો નથી. પરિવારે અનેક શોધખોળ કર્યા પછી ઘરે પરત નહીં ફરતાં તેના ચોરબેડી ગામે રહેતાં ભાઇ માલદેભાઇ ભીમશીભાઇ વશરાએ ભાણવડ પોલીસને જાણ કરી મદદ માંગી હતી.

- Advertisement -

જેથી ઉપરોક્ત બનાવ અંગે ભાણવડ પોલીસે ગુમનોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગૂમ થનાર યુવતી નીતાબેનની ઉંચાઇ પાંચ ફુટ જેટલી છે. તેમજ નવ ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે અને દુધિયા કલરનો ડ્રેસ પહેર્યો છે. કોને પત્તો મળે તો ભાણવડ પોલીસના પીઆઇ ચેતન દેસાઇ તેમજ એએસઆઇ એમ. એ. રાણાને જાણ કરવા અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular