લાલપુર તાલુકાના દલતુંગી ગામની સીમમાં આવેલા ખેતરના રૂમનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ રૂા. 2,43,600ની કિંમતની 174 મણ મગફળી ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં રહેતાં અને ખેતી કરતાં ઘેલાભાઇ કરશનભાઇ વકાતર (ઉ.વ.35) નામના યુવાનના ખેતરના મકાનના તાળાં તોડી અજાણ્યા તસ્કરોએ ગત્ તા. 27 જાન્યુઆરીથી 04 ફેબ્રુઆરીના સમય દરમિયાન મકાનમાં રાખેલી રૂા. 2,43,600ની કિંમતની રૂા. 1600ના મણના દરની 174 મણ મગફળીના 87 બોરાનો જથ્થો ચોરી કરી ગયાના બનાવ અંગેની જાણ કરતાં પીઆઇ કે. એલ. ગળચર તથા સ્ટાફએ તપાસ હાથ ધરી છે.


