Friday, December 5, 2025
Homeવિડિઓ'મેં અમિત મિશ્રા એસબીઆઇ સે બોલ રહા હું...' કહી 2.35 લાખની છેતરપિંડી...

‘મેં અમિત મિશ્રા એસબીઆઇ સે બોલ રહા હું…’ કહી 2.35 લાખની છેતરપિંડી – VIDEO

કાલાવડના કડિયાકામ કરતાં યુવાન સાથે ઠગાઇ : વોટ્સએપમાં લિંક ફાઇલ મોકલી 2.35 લાખ ઉપાડી લીધાં : કાલાવડ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

કાલાવડમાં રહેતાં અને કડિયાકામ કરતાં યુવાનને ન્યુ બોમ્બે એસબીઆઇ બેન્કના કર્મચારીના નામે ફોન કરી વોટ્સએપમાં લિંક મોકલી યુવાનના ખાતામાંથી રૂા. 2,35,000 ટ્રાન્સફર કરી છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના પીઠડિયા-3ના વતની અને હાલ કાલાવડમાં ક્રિષ્ના ટાઉનશીપ-4માં રહેતાં અને કડિયાકામ કરતાં સુરેશભાઇ લાખાભાઇ વરણ (ઉ.વ.34) નામના યુવાનને ગત્ તા. 16 જુલાઇના સાંજના 6:00 વાગ્યાના અરસામાં તેના મોબાઇલ ફોન પર 89811 98175 નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને, ‘મેં અમિત મિશ્રા એસબીઆઇ બેન્ક, ન્યુ બોમ્બે સે બોલ રહા હું. તુમ્હારા યો નો એસબીઆઇ કા પાસવર્ડ બદલ ગયા હૈ. તો હમ નયા બના દેતે હૈ ઔર મેં આપ કે વોટ્સએપ મેં એક ફાઇલ ભેજતા હું. ઉસ પર ક્લિક કર કે ફોર્મ ભર દેના.’ તેમ જણાવી સુરેશભાઇના મોબાઇલ પર 87916 32841 નંબર પરથી ુજ્ઞક્ષજ્ઞતબશ.ફાસ ની ફાઇલ આવી હતી. આ ફાઇલ સુરેશભાઇએ ઓપન કરી ઈઈંઋ ગઘ. તથા ઈંઋજ ઈજ્ઞમય અને અઝખ નો પાસવર્ડ વગેરેની માહિતી ભરી હતી.

- Advertisement -

ત્યારબાદ 17 જુલાઇના રાત્રિના નવ વાગ્યાના અરસામાં સુરેશના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતા નંબર ‘39443740782’માંથી રૂા. 1,90,000 અને રૂા. 45,000 મળી કુલ રૂા. 2,35,000ની રકમ ટ્રાન્સફર કરી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડી અંગેની જાણ કાલાવડ પોલીસમાં કરાતા પીઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફએ અમિત મિશ્રા નામના મોબાઇલ ધારક શખ્સ વિરૂઘ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular