છોટી કાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગરમાં શ્રાવણ માસ નિમિતે શિવાલયોમાંથી અનોખા શ્રૃંગાર દર્શન યોજાય છે ત્યારે ગઇકાલે શહેરના જી.જી. હોસ્પિટલ પાસે આવેલ જયંત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરમાં વર્ષ 2025માં થયેલ દુરભાગ્યપૂર્ણ હુમલાઓ અને દુઘર્ટનાઓને લઇ અનોખા શણગાર દર્શન યોજાયા હતાં. અને આ દુઘર્ટનાઓમાં જીવ ગુમાવનારના આત્માને શાંતિઅર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.


