Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકાનાલુસના યુવાનનું અસહ્ય માથાના દુ:ખાવાથી મોત

કાનાલુસના યુવાનનું અસહ્ય માથાના દુ:ખાવાથી મોત

રાત્રિના સમયે અચાનક માથાનો દુ:ખાવો વધી ગયો: પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતો અને નોકરી કરતા યુવાનને એકાએક માથાનો અસહ્ય દુ:ખાવો થતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતો અને નોકરી કરતો વિજયભાઈ બાલુભાઈ સાદીયા (ઉ.વ.36) નામના યુવાનને મકરસંક્રાંતિના રાત્રિના સમયે અચાનક માથામાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. જેથી યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવતા યુવાનને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની પ્રભાબેન દ્વારા જાણ કરવાાં આવતા એએસઆઈ વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular