જામનગર શહેર નજીક જેસીઆર મોલ પાછળ આવેલી સેન્ટોજા ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાને જ્ઞાતિના સામાજિક પ્રસંગમાં જવા માટે પતિએ પહેલાં ઘરનું કામ પતાવી લે પછી જશું તેમ કહેતાં પત્નીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક જેસીઆર મોલ પાછળ આવેલી સેન્ટોજા ગ્રીન સોસાયટીમાં રહેતી માનશીબેન સુનિલભાઈ કાછેટીયા (ઉ.વ.25) નામની મહિલાને જ્ઞાતિના સામાજિક પ્રસંગમાં જવું હતું. પરંતુ, ઘરનું કામ બાકી હોવાથી પતિ સુનિલભાઈએ ઘરકામ પતાવીએ પ્રસંગમાં જશું તેમ કહેતાં આ અંગે મનમાં લાગી આવતા માનશીબેને ગત તા. 27 ના રોજ સવારના સમયે તેણીના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં રહેતી મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા
જ્ઞાતિના સામાજિક પ્રસંગમાં ઘરકામ પતાવીને જવાનું પતિએ કહ્યું : આ બાબતનું લાગી આવતા પત્નીએ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ