Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એડવોકેટની સરાજાહેર હત્યાનો આરોપી રિમાન્ડ પર - VIDEO

જામનગરમાં એડવોકેટની સરાજાહેર હત્યાનો આરોપી રિમાન્ડ પર – VIDEO

એક સપ્તાહ પૂર્વે 15 જેટલા શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો કરી હત્યા : પોલીસ અધિક્ષક દ્વારા સીટની રચના : એક આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ

- Advertisement -

જામનગર શહેરમાં બેડીમાં સપ્તાહ પહેલા રોજુ છોડવા જઈ રહેલા એડવોકેટને 15 જેટલા શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસ અધિક્ષકના નેજા હેઠળ સીટની રચના બાદ પોલીસે તપાસ દરમિયાન આજે હત્યાના એક આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજુ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારુનભાઈ પલેજા ગત તા.13 ના સાંજના સમયે વાછાણી ઓઇલ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન બસીર જુસબ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાયચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, અસગર જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને શબીર ઓસમાણ ચમડિયા સહિતના 15 શખ્સોઓ સશસ્ત્ર જીવલેણ હુમલો કરતા એડવોકેટ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. હુમલાખોરો પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ એડવોકેટને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ એડવોકેટને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

- Advertisement -

એડવોકેટની સરાજાહેર કરાયેલી નિર્મમ હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા હતાં. આ હત્યારાઓને ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા (સુપરવીઝન), સીટી એ પીઆઈ નિકુંજ ચાવડા (તપાસનિશ અધિકારી), એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા અને છ થી સાત પોલીસ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ દરમિયાન પોલીસે બસીર જુસબ સાયચા નામના આરોપીને પોલીસે દબોચી લીધો હતો. ત્યારબાદ આજે અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતા અદાલતે સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં. જેના આધારે પોલીસે બાકીના અન્ય આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular