જામનગર પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિનીનો ભુલાયેલો સામાન તથા ડોકયુમેન્ટ શોધી આપી ઉમદા કાર્ય કર્યુ હતું.
આ અંગે મળતી વિગત અનુસાર, કાલાવડ તાલુકાના ડુંગરણી ગામના શિતલબેન બુસા બોર્ડની પરીક્ષા આપવા માટે જામનગર આવ્યા હતાં અને પરીક્ષા પૂર્ણ થતા ધુંવાવ ગામ ખાતેથી એસટી રોડ સુધી ઓટો રીક્ષા મારફતે જતા હતાં આ દરમિયાન ઓરીજનલ ડોકયુમેન્ટ તથા ચીજવસ્તુઓ ભરેલો સામાનની બેગ રીક્ષામાં ભૂલી ગયા હતાં આ અંગે જામનગર પોલીસને જાણ કરતા ડીવાયએસપી વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી પી જાડેજા તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પરેશભાઈ ખાણધર, પો.કો. પ્રદિપસિંહ સોઢા, સંજયભાઈ જોડ, રીનાબા વાઘેલા તથા એન્જીનિયર પ્રીતેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા સીસીટીવીની મદદથી રીક્ષાચાલકને શોધી વિદ્યાર્થિનીને તેનો સામાન ભરેલ બેગ પરત અપાવી હતી.