કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાવલ ગામે રહેતો હેમત રાજુભાઈ મેર નામનો કોળી શખ્સ ગત તા. 1 ના રોજ રાત્રિના સમયે બદકામ કરવાના ઇરાદાથી સગીરાને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.