Saturday, October 19, 2024
Homeરાજ્યહાલારસચાણા ગામમાંથી બોગસ તબીબને ઝડપી લેતી જામનગર એસઓજી

સચાણા ગામમાંથી બોગસ તબીબને ઝડપી લેતી જામનગર એસઓજી

દવાઓ, ઈન્જેકશન સહિત કુલ રૂા.3023 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર એસઓજી પોલીસે સચાણા ગામમાંથી ડિગ્રી વગરના બોગસ તબીબને ઝડપી લઇ દવાઓ, ઈન્જેકશન સહિત કુલ રૂા.3023 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, સચાણા ગામમાં આવેલ લાખા ફળિયામાં મધુમંગલ અનંત વિશ્ર્વાસ નામનો શખ્સ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં દવાખાનું ખોલી દર્દીઓને તપાસી, દવાઓ તથા ઈન્જેકશનો આપી પૈસા વસૂલતો હોવાની એસઓજીના હેકો હર્ષદભાઈ ડોરીયા, રાજેશભાઇ મકવાણા, દિનેશભાઈ સાગઠીયા તથા સોયબભાઈ મકવાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી. પરમાર, આર.એચ.બારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મધુમંગલ અનંત વિશ્ર્વાસ નામના શખ્સને ઝડપી લઇ સ્ટેટોસ્કોપ, બીપી માપવાનું મશીન, ઈન્જેકશન તથા અલગ અલગ કંપનઓની દવાઓ સહિત કુલ રૂા.3023 નો મુદ્દામાલ કબ્જે કરી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular