Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર પંથકમાં વધુ એક યુવાનનો હૃદયરોગના હુમલાએ ભોગ લીધો

જામનગર પંથકમાં વધુ એક યુવાનનો હૃદયરોગના હુમલાએ ભોગ લીધો

લાખાબાવળમાં નિંદ્રાધિન હાલતમાં યુવાન બેશુદ્ધ થઈ ગયો : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી યુવાનનું હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યાની ઘટનાએ અરેરાટી મચાવી દીધી છે.

- Advertisement -

દેશભરમાં છેલ્લાં થોડાં સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને આવી ઘટનાઓમાં ખાસ કરીને ગુજરાતમાં બાળકો પણ ભોગ બનતા જાય છે. જામનગર શહેર અને જિલ્લામાં બાળકોથી લઇ યુવાનોની વય સુધીના વ્યક્તિઓમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાની ઘટનાઓએ તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. નાના બાળકોને હૃદયરોગના હુમલા આવી રહ્યા છે અને આવી ઘટનાઓમાં મોત નિપજવાનો આંકડો સતત વધતો જાય છે. ત્યારે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો બંસીલ માનસીંગ મહિડા (ઉ.વ.28) નામનો યુવાન ગત તા.28 ના રાત્રિના સમયે તેના ઘરે નિંદ્રાધિન થયા બાદ સવારે ઉઠયો ન હતો અને બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રાયસીંગ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular