જામનગર તાલુકાના ધુંવાવ ગામ પાસેથી એલસીબીની ટીમે ચોરાઉ બાઇક સાથે શખ્સને ઝડપી લઇ ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુંવાવ ગામ પાસેથી ચોરાઉ બાઈક સાથે તસ્કર પસાર થવાની હેકો અરજણ કોડીયાતર, વનરાજ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે-03-એમ.એસ.-8455 નંબરના બાઈકસવારને આંતરીને પૂછપરછ કરતા જીતેન સબેસીંગ થાઉ બગેલ (ઉ.વ.22) નામના આદિવાસી શખ્સ પાસેથી જગામેડી ગામમાંથી થયેલી બાઈકચોરીનો ભેદ ઉકેલાયો હતો. જીતેન પાસેથી ચોરાઉ બાઈક કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.