Friday, February 20, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાની ઘી નદી ચિક્કાર, ત્રણ ગેટ ખોલાયા

ખંભાળિયાની ઘી નદી ચિક્કાર, ત્રણ ગેટ ખોલાયા

ખંભાળિયાના ઘી ડેમમાંથી નીકળી અને શહેરના પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે અનેક નાના બોર-કુવા જેવા જળ સ્ત્રોતોને જીવંત રાખે છે, તે ઘી નદી બે દિવસના ભારે વરસાદના કારણે ચિક્કાર ભરાઈ ગઈ હતી. આ નદી વચ્ચે ખામનાથ મહાદેવ મંદિર નજીક પાજ બનાવવામાં આવી છે. આ નદી છલોછલ ભરાઈ જતા નિચાણવાળા વિસ્તારોમાં તેમજ પોસ રહેણાંક એવી રામનાથ સોસાયટીમાં વરસાદી પાણી અંગેની હાલાકી ના સર્જાય તે હેતુથી નગરપાલિકા દ્વારા ગઈકાલે સવારે આ નદીના ત્રણ ગેટ બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેથી પાણીનો ધસમસતો પ્રવાહ સલાયાના દરિયા તરફ઼ વહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular