કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બેલા ભરેલા પાંચ ટ્રકો સાથે રૂા. 77,70,000નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી દ્વારકા એસઓજી દ્વારા કરવામાં આવી હતી.

દરોડાની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં મતિયા પીર ડાડાની પાછળના ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર સફેદ પથ્થર (બેલા) ટ્રકમાં ભરેલા હોવાની એએસઆઇ સજુભા જાડેજા, હે.કો. હરદીપસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી એસઓજી પીઆઇ વી. એ. રાણા, પીએસઆઇ ડી. એ. વાળા, એએસઆઇ સજુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, કાનાભાઇ માડમ, હે.કો. પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, નિર્મલભાઇ આંબલિયા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, સુમાતભાઇ ભાટિયા, કૃષ્ણરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન ભાટિયા ગામમાંથી ચાર, ભાડથર ગામમાંથી એક મળી કુલ પાંચ ટ્રકો 68 ટન સફેદ પથ્થર ભરેલા કબ્જે કર્યાં હતાં.
View this post on Instagram
એસઓજીની રેઇડ દરમ્યાન જીજે10 યુ 9999, જીજે24 યુ 1127, જીજે07 એકસ 3688, જીજે12 યુ 7354 અને જીજે10 ઝેડ 8056 નંબરના રૂા. 75 લાખની કિંમતના પાંચ ટ્રકો અને રૂા. 2,20,000ની કિંમતના 68 ટન સફેદ પથ્થર (બેલા) સાથે પાંચ ટ્રકચાલકોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


