Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાની માસુમ બાળકીને રસીના ઇન્જેક્શન અપાયા બાદ મૃત્યુ

ખંભાળિયાની માસુમ બાળકીને રસીના ઇન્જેક્શન અપાયા બાદ મૃત્યુ

ખંભાળિયામાં રહેતી ચાર વર્ષની એક બાળકીને બુધવારે મમતા દિવસના રોજ વેક્સિન અપાયા બાદ તેણીનું મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં આવેલા સંજયનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા ભારતીબેન પેથાભાઈ વાઘોરા નામના મહિલા તેણીની ચાર વર્ષીય પુત્રી વર્ષાબેનને સાથે લઈ અને ગઈકાલે બુધવારે મમતા દિવસ હોય, આ બાળાને વેક્સિન અંગેનું ઇન્જેક્શન આપવા માટે નજીક સંજયનગર વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે લઇ ગયા હતા. જ્યાં આ બાળાને ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

આ પછી બાળકીની તબિયત લથડતા તેણીને પ્રાથમિક સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ રસ્તામાં જ આ બાળાએ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતક બાળાના માતા ભારતીબેને અહીંની પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. મૃતક બાળકીના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular