Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં મહિલાનો એસિડ પી આપઘાત

કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં મહિલાનો એસિડ પી આપઘાત

રવિવારે વહેલીસવારના એસિડ ગટગટાવ્યું : રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં રહેતા રહેતા અને મજૂરી કામ કરતી મહિલાએ તેણીના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા કાલાવડ અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતી મધુબેન દિલુભાઈ પરમાર (ઉ.વ.45) નામની મહિલાએ રવિવારે વહેલીસવારના અરસામાં તેણીના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સોમવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ દિલુભા દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular