જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલ સેવાસદન ત્રણમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમય થી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ હોવાને કારણે ઇન વર્ડ અને સરકારી કામોમાં ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન થતી કામગીરી અટકી પડી છે. એક તરફ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં છે ત્યારે આ ઉજવણી પૂર્વે જ પ્રજાના કામો અટકી પડ્યા છે. છેલ્લા આઠ દસ દિવસથી જિલ્લા સેવાસદન 3 નું જીસ્વાન ઇન્ટરનેટ ખોરંભે ચડ્યું છે. બીજી તરફ આ સેવા સદનમાં આવતી એસ એલ આર, ડીએલઆર કચેરીની રીસર્વે ની કામગીરી પણ પાયલોટ પ્રોજેક્ટમાં ચાલી રહી છે. આ કામગીરીની રીસર્વે ની અરજીઓ ઉપરાંત સોગંદનામાં ખાસ ઓનલાઇન કરવાના થતા હોય પરંતુ ઇન્ટરનેટ બંધ હોવા અને કર્મચારી મોટાભાગે સમયસર હાજર ન હોય આ કામગીરી અટકી પડી છે. આ અંગે એસેલ આર અને ડીએલઆર કચેરીના અધિકારીઓનો સંપર્ક કરાતા તેઓ ટેકનિકલ ખામી અને એકબીજા ઉપર ખો આપી રહ્યા છે.
છેલ્લા એક અઠવાડિયા થી માંડીને દસેક દિવસ પહેલાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ છે જેને કારણે જીસ્વાન ઇન્ટરનેટ સેવા અટકી પડી છે. 500 જેટલી અરજીઓ અને સોગંદનામાઓ ટેબલ ઉપર ધુળ ખાઈ રહ્યા છે અને અરજદારોના કામો અટકી પડ્યા છે. ત્યારે આ અંગે તાત્કાલિક નિકાલ આવે તેમ લોકોમાં માંગ ઉઠી છે.