છતીસગઢના બિલાસપુરમાં રીલ બનાવવાના શોખે એક યુવાનનો જીવ લીધો યુવક ઈન્સ્ટાગ્રામ પર આત્મહત્યા પર રીલ બનાવી રહ્યો હતો. દરમિયાન પગ લપસતા બિલ્ડિંગની છતથી નીચે પડયો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચતા ગુનો નોંધ્યો અને પીએમ માટે મોકલ્યો.
ચંપા જિલ્લાના બિલાસપુરના સરકંડા વિસ્તારના રહેવાસી આશુતોષ ગંધર્વ સાયન્સ કોલેજની છત પર ચડીને આત્મહત્યાની રીલ બનાવી રહ્યો હતો. તે દરમિયાન તેનો પણ લપસી ગયો અને માથામાં ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પરિવારને જાણ થતા અફડાતફડી મચી હતી. આ મામલે પોલીસ ને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે પોલીસનું કહેવું છે કે, કેસ નોંધવામાં આવ્યો છે કે, યુવક સાયન્સ કોલેજમાં ભણતો હતો. મિત્રો સાથે છત પર ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.
छत से छत कूदने की रील बनाने के लिए मशहूर बिलासपुर के युवक की हुई छज्जे से गिरकर मौत।
क्या समय आ गया है, चंद लाइक और फॉलोवर के लिए नौजवान अपनी जान तक दे रहे हैं। pic.twitter.com/1P3G4R2vD2
— Anurag Chaddha (@AnuragChaddha) March 18, 2023