Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરધ્રોલના હરિપરમાં બાળકી ઉપર દુષ્કર્મ કેસમાં નરાધમને સખ્ત આજીવન કેદની સજા

ધ્રોલના હરિપરમાં બાળકી ઉપર દુષ્કર્મ કેસમાં નરાધમને સખ્ત આજીવન કેદની સજા

2020 માં નરાધમે દુષ્કર્મ આચર્યુ : સરકારી વકીલ ભારતીબેનની ધારદાર દલીલો

- Advertisement -

ધ્રોલ પંથકમાં વર્ષ 2020 માં ઢોર ચલાવવા જતી તરૂણી સાથે શખ્સે બે વાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. આ પ્રકરણમાં અદાલતે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સજા અને ભોગ બનનારને રૂા.10.50 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -

આ કેસની હકકીત એવી છે કે, આ કામના ફરિયાદીની સગીર વયની પુત્રી (ઉંમર 11 વર્ષ 11 માસ અને 23 દિવસવાળી) ને આ કામના આરોપી રાજુ કારા બાંભવા એ 2020 ની સાલમાં હરિપર ગામની સીમમાં ગાયો ચારવા જતી હતી ત્યારે તેની બાજુમાં રહેતો આ કામનો આરોપી પણ ઢોર ચરાવા આવતો હતો ત્યારે તેણે જબરદસ્તીથી બે વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ હોય ભોગ બનનારને ગર્ભ રાખી દીધેલ હોય અને ભોગ બનનારને બાળકનો જન્મ થયેલ હોય જે બાબતની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુના નં.0438/2020 થી આઈપીસી કલમ 376 (એ) તથા (બી) તથા 376 (2)(1) તથા પોસકો કલમ (4) (6) (8) અને (12) તથા એટ્રોસિટી એકટની કલમ 3(2) (5) મુજબની ફરિયાદ કરેલ જે કેસ સ્પેશિયલ કોર્ટ આરતીબેન એ. વ્યાસની કોર્ટમાં ચાલી જતા પોસકો કેસ નં.45/2020 માં આરોપીને તકસીરવાન ઠેરાવી આઈપીસી કલમ 376(એ) (બી), 376(2) (જે) તથા પોસ્કો કલમ 4,6,8,12 તથા એટ્રોસિટી કલમ 3(2)(5) મુજબ શિક્ષાપાત્ર ગુના અંગે સંયુકત રીતે આજીવન સખત કેદની સજા એટલે કે, અંતિમ શ્ર્વાસ સુધીની સખ્ત કેદની સજા તથા રૂા.20,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા.10,50,000 દસ લાખ પચાસ હજાર પુરા આપવા તેવો હુકમ સ્પેશિયલ કોર્ટના જજ આરતીબેન એ. વ્યાસે કરેલ છે આ કેસમાં સરકારી વકીલ તરીકે વકીલ ભારતીબેન વાદી રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular