બહેરીનમાં યોજાયેલી ર્ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનમાં ભારત સરકાર વતી જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ ભાગ લીધો હતો. વિશ્વભરમાંથી પસંદ થયેલાં સાંસદો આ એસેમ્બલીમાં એકિત્રત થયા હતા. અસહિષ્ણુતા સામે લડવાની થીમ પર આ યુનિયન યોજાયું હતું. જે ભારતનું ગોરવ છે.
આઇપીયુએ રાષ્ટ્રીય સાંસદોનું વૈશ્વિક સંગઠન છે. તેની સ્થાપના 133 વર્ષ પહેલાં વિશ્ર્વની પ્રથમ બહુપક્ષીય રાજકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જે તમામ રાષ્ટ્રો વચ્ચે સહકાર અને સંવાદને પ્રોત્સાહન પુરૂ પાડે છે અને શાંતિપુર્વક રીતે સામાજીક રીતે સમાનતા સાથે અને અસ્તિત્વના સંવર્ધન માટે સૌ સમાજ ને. સમાન તક પુરી પાડવા આ વખતેની થીમ “અસહિષ્ણુતા સામે લડવુ” તે છે.
ઉલ્લેખનિય છે કે ભારતીય પરંપરા અને સંસ્કૃતિની અનેકવિધ ભવ્યતામા અનેક આદર્શોની જેમ સહિષ્ણુતા એ મુખ્ય છે અને ભારતને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનુ જે નેતૃત્વ સાંપડ્યુ છે તે નેતૃત્વ હેઠળ આ સાંસ્કૃતિકતાનુ આઝાદીના અમૃતવર્ષમાં રાષ્ટ્રભરમા નાગરીકો દ્વારા સ્વીકૃત થય રહેલા જન આંદોલનની વિશ્ર્વ કક્ષાએ નોંધ લેવાઇ છે તેમજ નોંધપાત્ર બાબત એ પણ છે હાલ જ્યારે 0 20 નુ ભારત યજમાન છે ત્યારે ભારતની પાયાની શાશ્ર્વત સુત્રાત્મક ‘વસુંધૈવ કુટુંબકમ’ની થીમ વૈશ્ર્વિક ફલક ઉપર સ્વીકૃત થઇ રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આ અભિયાન એક જનઆંદોલન બનશે અને સાંસદોના ભવન એવા સંસદભવન અને તેમાં કામ કરનારાઓ માટે સંસ્થાઓને પ્રેરીત કરવાનુ અને સદગુણથી સમૃદ્ધ કરવા પ્રોત્સાહિત કરશે.
આ મહત્વપુર્ણ શેડ્યુઅલ અંતર્ગત આઇપીયુની તમામ સંસદીય સંસ્થાઓની બેઠક મળી રહી છે, જેમાં તેની ચાર વિષયોની સ્થાયી સમિતિઓ, મહિલા સંસદોનો મંચ, યુવા સંસદસભ્યોનો મંચ અને સંસદસભ્યોના માનવ અધિકારોની સમિતિનો સમાવેશ થાય છે. જેમાં ભારતનુ પ્રતિનિધિત્વ 12- જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે કર્યું હતું. વિશેષમાં નોંધપાત્ર બાબત એ પણ છે કે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ આર્મેનિયા અને ઇજિપ્તના સ્પીકરને મળ્યા હતા અને ભારત અને બંને દેશો વચ્ચેના દ્વિ-પક્ષિય સંબંધો અને ભારતીય દ્વારા આપવામાં આવેલા યોગદાન અંગે ચર્ચા કરી હતી.
વિશ્વભરમાં લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા સાથે, ભારત સરકાર વતી બહેરીનમા ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન સેશનમાં ભાગ લેવા પહોંચેલા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદસભ્ય પૂનમબેન માડમે તે વખતે બહેરીનમાં વસતા અને આપણા રાષ્ટ્ર અને રાજ્યનુ નામ રોશન કરતા ગુજરાતી પરીવારના ભાઇઓ-બહેનોની મુલાકાત દરમ્યાન તેઓએ વિદેશમા જે રીતે રાષ્ટ્રનુ ખમીર ઝળકાવ્યુ છે તે જાણકારીની આપ લે કરી સૌને પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.