Saturday, July 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકોલેરાથી બચવા નાસી રહેલાં લોકોની બોટ પલટી, 91 મોત

કોલેરાથી બચવા નાસી રહેલાં લોકોની બોટ પલટી, 91 મોત

- Advertisement -

દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાંથી એક ખૂબ જ દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જવાથી 91 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર આ બોટ 130 લોકો સાથે નમપુલા પ્રાંતના એક ટાપુ તરફ જઈ રહી હતી. પરંતુ, આ દરમિયાન અકસ્માતનો ભોગ બનતાં મોટી હોનારત સર્જાઈ હતી. આ બોટ પહેલા ફિશિંગ વેસલ હતી. એવું કહેવાય છે કે મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોની યાદીમાં 181માં ક્રમે આવે છે અને ત્યાં ભારતીયોની વસતી પણ આશરે 70000ની આસપાસ છે.

- Advertisement -

અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટ તેની ક્ષમતા કરતાં વધુ લોકોને લઈ જવાને કારણે ડૂબી ગઈ હતી. આ સિવાય બોટ પેસેન્જર પરિવહન માટે ઉપયોગી નહોતી. મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ હતા. તેમને બચાવવાના પ્રયાસો છતાં હજુ સુધી માત્ર 5 જ બચી શક્યા છે. બાકીના લોકોને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ દરિયાની સ્થિતિ આ કામમાં મુશ્કેલી ઉભી કરી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર કોલેરાની ભયંકર મહામારીથી બચવા આ લોકો બોટમાં અન્યત્ર નાસી રહયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular