જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા.26,500ની કિંમતની 53 બોટલ દારૂ મળી આવતાં શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ-58માં બાળકોના સ્મશાન પાસે રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા.14,000ની કિંમતની દારૂની 28 બોટલ મળી આવતાં શખ્સની અટકાયત કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રથમ દરોડો જામનગર શહેરના ગુલાબનગર રાધેકિષ્ના પાર્કમાં વાળી પાછળ રહેતાં અને ડ્રાઇવિંગ કરતાં સરફરાજ અબ્બદુલકરીમ મકવાણા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકાનમાંથી રૂા.26,500ની કિંમતની 53 નંગ દારૂની બોટલો મળી આવતાં પોલીસે સરફરાજની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ-28માં બાળકોના સ્મશાન નજીક રહેતાં દિપક શંકર દામા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકાનમાંથી રૂા.14,000ની કિંમતની દારૂની 28 બોટલ મળી આવતાં પોલીસે દિપક દામાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં કેતન ઉર્ફે કેતુ વસંત ગોરી અને રાજેશ ઉર્ફે રાજા રમેશ નંદા નામના બે શખ્સોની સંડોવળી ખુલી હતી જેથી પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.