Friday, March 29, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રમાં પડશે 43 ડિગ્રી ગરમી !

સૌરાષ્ટ્રમાં પડશે 43 ડિગ્રી ગરમી !

આજે બપોરે 03:09 કલાકે સુર્યનો મેષ રાશિમાં પ્રવેશ

- Advertisement -

20 માર્ચ સુર્ય સાયન મેષ રાશિમાં 15.09 મિનિટે પ્રવેશ કરશે અને પૃથ્વી સંપાત દિન બિંદ પર આવે છે અને તેની ક્રાંતિ શૂન્ય થઈ જશે. તે સમયથી ઉત્તર તરફ ધીરે ધીરે વધવા માંડે છે અને રાશિના અંશનો આરંભ પણ વસંત સંતાપ બિંદુથી ગણાય છે. એટલે આ વખતે સૂર્ય સાયન મેષ રાશિમાં પ્રવેશે છે ત્યારે પૃથ્વીના ઉત્તર ધ્રુવમાં રહેતાં દેવના દિવસનો આરંભ થાય છે તેમ જણાય છે અને આવા સમયે પૃથ્વી પર દિનમાન સરખું થાય છે. આ દિવસથી સૂર્યની ક્રાંતિ ઉત્તર તરફની વધતી જાય છે. ધીરે ધીરે દિનમાન પણ વધવા માંડે છે.

- Advertisement -

સૂર્ય સાયન મેષ રાશિમાં આવવાથી હવે ધીરે ધીરે ગરમી વધવા માંડે. તા. 24 સુધી દેશના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. તા. 21,22,23 માર્ચમાં ગલ્ફ તરફનું ધૂળભરી આંધી છેક કચ્છના ભાગ સુધી આવે. આ વખતે હોળી ઉપર કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.

જેમાં મધ્યગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન જઈ શકે. મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર પશ્ચિમ ગુજરાતના ભાગો, જૂનાગઢના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા 31 માર્ચ સુધી રહેવાની શક્યતા રહે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular